BHARUCH : પતંગના જીવલેણ દોરા સામે સુરક્ષા કવચ: ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં JCI દ્વારા વાહનચાલકોને ‘સેફ્ટી ગાર્ડ’નું વિતરણ

0
16
meetarticle

ઉતરાયણ પર્વ દરમિયાન પતંગના કાતિલ દોરાથી વાહનચાલકોના ગળા કપાવવાની ગંભીર દુર્ઘટનાઓ રોકવા માટે ભરૂચ જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (JCI) દ્વારા સરાહનીય જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વ્યસ્ત એવા પાંચબત્તી વિસ્તારમાં ‘સેફ્ટી ગાર્ડ’ પ્રોજેક્ટ હેઠળ વાહનચાલકોને સુરક્ષા ગાર્ડનું વિતરણ કરી તહેવારને સુરક્ષિત રીતે ઉજવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.


​આ પ્રોજેક્ટ હેઠળ JCIની ટીમ અને પોલીસ જવાનોના સહયોગથી માર્ગ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પતંગના દોરાથી રક્ષણ આપતા સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ચેરમેન જેસી પ્રણવ શાહ, કો-ચેરમેન જેસી જિમીત પાઠક, પ્રમુખ સાગર કાપડિયા અને અન્ય પદાધિકારીઓએ ઉપસ્થિત રહી નાગરિકોને અપીલ કરી હતી કે, આનંદના પર્વે નાની એવી બેદરકારી જીવલેણ ન બને તે માટે સેફ્ટી ગાર્ડનો ઉપયોગ અનિવાર્ય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here