ભરૂચ તાલુકાના જુના તવરા ગામે યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેની રુચિ અને એકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 માટે 2025નું ભવ્ય ઓક્શન યોજાયું હતું.

ગામના યુવા આગેવાનો દ્વારા આયોજિત આ ઓક્શનમાં વિવિધ સમાજોના 170થી વધુ યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં કુલ 10 ટીમોની રચના કરવામાં આવી છે. સતત બીજા વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ઝડપથી વિકસતા ભરૂચ વિસ્તારના ગ્રામ્ય યુવાનોમાં પરસ્પર પ્રેમ, સહકાર અને સામાજિક જોડાણની ભાવના જાળવી રાખવાનો છે. આયોજકોએ જણાવ્યું હતું કે TPL ગામના દરેક સમાજના યુવાનોને ભેદભાવ વિના એક મંચ પર લાવે છે. હવે ગામના ખેલપ્રેમીઓ જુના તવરા ક્રિકેટ મેદાન પર યોજાનારી TPL-2025ની રોમાંચક મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

