BHARUCH : રાજપારડી નજીક પુલની રેલિંગ સાથે બાઈક અથડાતા અકસ્માત: નવાગામના યુવાનનું કરુણ મોત

0
62
meetarticle

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક માધુમતિ ખાડીના પુલ પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૩૭ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. નવાગામના રહેવાસી મહેશભાઈ ભયજીભાઈ વસાવા તેમના મિત્ર સાથે સારસા ગામેથી બાઈક પર પરત ફરી રહ્યા હતા,

ત્યારે રાજપારડી નજીક પુલ પર તેમની મોટરસાયકલ અચાનક લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. આ અથડામણમાં બાઈક સ્લિપ થઈ પટકાતા મહેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલક અર્જુન વસાવાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશભાઈને તાત્કાલિક અવિધા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રાજપારડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here