BHARUCH : વાલિયાના ઝોખલા ગામેથી 9 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ

0
89
meetarticle

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઝોખલા ગામે એક 9 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સતત વરસાદને કારણે નદી-નાળા છલકાતા આવા જળચરો માનવ વસાહત નજીક આવી રહ્યા છે.
મગર દેખાતા તરત જ સંકેત પંચાલને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નેત્રંગ ફોરેસ્ટની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને સિવિલ ડિફેન્સના કાર્યકર્તાઓ સહિત સંકેત પંચાલ અને તેમની ટીમે સમયસર પહોંચીને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
બચાવ કામગીરી બાદ, મગરને માનવ રહેઠાણથી દૂર સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં આવા મગરો દેખાઈ રહ્યા છે. વન વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા આવા જળચરોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બદલ ટીમના સભ્યોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here