વર્ષ ૨૦૨૫ના વિશ્વ દિવ્યાંગ દિવસના અવસર પર અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા માનસિક દિવ્યાંગ બાળકો માટે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો.

પ્રાર્થના સાથે શુભ શરૂઆત કરવામાં આવી. બાળકોને ચિત્રકલા નું મહત્વ સમજાવી અને તેમને પોતાની કલ્પનાશક્તિ મુજબ ચિત્ર માં રંગો ભરવા પ્રોત્સાહિત કર્યા.બાળકોને જરૂરી ચિત્ર સામગ્રી ડ્રોઇંગ પેપર , કલર પેન્સિલ્સ, ક્રેયોન્સ , વોટર કલર વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
કુલ 78 મનો દિવ્યાંગ બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

મનો દિવ્યાંગ બાળકોને માનસિક અને શારીરિક ક્ષમતાને અનુસરીને લો લેવલ, મીડીયમ લેવલ ,અને હાઈ લેવલ એવા ત્રણ ગ્રુપોમાં વર્ગીકરણ કરવામાં આવ્યો. આ બાળકોની કાર્યક્ષમતાને અનુલક્ષીને ચિત્રો તથા સામગ્રી આપવામાં આવી..

આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ તથા શ્રીમતી અરુણાબેન પટેલ તેમજ ડી.એલ.એસ .એ.ભરૂચ ના એડવોકેટ શ્રી મહેજબીન બેન તથા ડૉ વંદનભાઈ, ડૉ.વિશ્વને બેન હાજર રહ્યા હતા. આ ઉપસ્થિત અતિથિઓની ટીમ દ્વારા ચિત્રોની સુંદરતા, કલ્પનાશક્તિ, અને પ્રયત્નના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું. ત્રણેય ગ્રુપના બાળકોમાંથી પ્રથમ ત્રણ નંબર પસંદ કરી ને તેઓને વિવિધ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.તેમજ ભાગ લેનારા દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે સ્કુલ બેગ આપવામાં આવ્યા.

આવા કાર્યક્રમ દ્વારા બાળકોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે છે,
•આત્મવિશ્વાસમાં વધારો થાય છે
ને ટીમવર્ક કરતા બાળકો શીખે છે..
આવા વિશિષ્ટ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં આ મનો દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ હોય છે જેથી તેઓને પણ સમાજમા સમાન સહભાગીતા મળી શકે…
NTPC કંપની જનોર દ્વારા મનો દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..
જેમાં તેઓએ ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા માં બાળકો માટે બસની વ્યવસ્થા કરેલી જેથી બાળકોને પિકનિકમાં જતા હોય તેવો આનંદ અનુભવાતો હતો..
બાળકો ને આનંદ આવે તે હેતુથી “પપેટ શો” દર્શાવવામાં આવ્યો.. બાળકોને આ શો દરમિયાન પૌષ્ટિક નાસ્તા સાથે વિશિષ્ટ કાર્યક્રમ જોવાની ખૂબ મજા પડી. કંપનીના સર્વ અધિકારીગણ, કર્મચારીગણ બાળકો ને ખૂબ ભાવપૂર્વક આવકાર આપી ખુશી આપવાનો પ્રયત્ન કર્યો…
રિપોર્ટર : ભરૂચ
ભરત મિસ્ત્રી

