BHARUCH : એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીત, ભરૂચ સહિત દેશભરમાં વિજયોત્સવ

0
47
meetarticle

દુબઈમાં રમાયેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટે કારમો પરાજય આપતા ભરૂચ સહિત સમગ્ર દેશમાં વિજયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઐતિહાસિક જીત બાદ ક્રિકેટપ્રેમીઓએ ઢોલ-નગારા, તિરંગા અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરી હતી.


મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૯ વિકેટે માત્ર ૧૨૭ રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેનોએ આ લક્ષ્યાંક માત્ર ૩ વિકેટના નુકસાને સહેલાઈથી હાંસલ કરી લીધો હતો. ભારતની આ શાનદાર જીત બાદ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ક્રિકેટપ્રેમીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને તિરંગા લહેરાવ્યા હતા. ઢોલ-નગારાના તાલે યુવાનો અને વડીલો સૌ કોઈએ નાચીને જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. લોકોના આ ઉમળકાભર્યા જશ્ન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના કારણે ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ભારતની આ જીતથી કરોડો ક્રિકેટપ્રેમીઓ ખુશ છે અને તેમને આગામી મેચોમાં પણ આવી જ જીતની આશા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here