BHARUCH : કંપનીના અધિકારીઓ સામે એટ્રોસિટી: ઝઘડિયા બ્રિટાનીયામાં મશીન ઓપરેટરને જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરવાનો આરોપ

0
40
meetarticle


ઝઘડિયા GIDC સ્થિત બ્રિટાનીયા કંપનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કંપનીના બે ઉચ્ચ અધિકારીઓ સામે અનુસૂચિત જનજાતિના કર્મચારીને જાતિવાચક અપશબ્દો બોલી અપમાનિત કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.બલદેવા ગામના નરેશભાઈ નવલભાઈ વસાવા બ્રિટાનીયા કંપનીમાં પેકિંગ મશીન ઓપરેટર તરીકે કાર્યરત છે. તેમની ફરિયાદ મુજબ, પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશે તેમને કંપનીના ‘ટુપી કરાર સેટલમેન્ટ’ પર સહી કરવા જણાવ્યું હતું.

નરેશભાઈ વસાવાએ સહી કરવાની ના પાડતા, અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે નરેશભાઈ વસાવાને જાતિવાચક અપશબ્દો બોલ્યા હતા અને કથિત રીતે કહ્યું હતું કે, “તમારી ઓકાત પગમાં બેસવાની પણ નથી છતાં તમને નોકરી કરવા દઈએ છીએ.” આ ઉપરાંત, તેમને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.


મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાએ આ ગંભીર આક્ષેપો સાથે ઝઘડિયા GIDC પોલીસ મથકમાં બંને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા GIDC પોલીસે પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here