સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ભરૂચની ટીમે બાતમીના આધારે ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જીતાલી ગામથી સેંગપુર તરફ જતા તળાવની પાળ પાસે એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની ચોક્કસ બાતમી મળતાં SOGની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત (ઉ.વ. ૪૫), રહે. અંકલેશ્વર, મૂળ ઉત્તર પ્રદેશ, નામના ઈસમને પકડી પાડ્યો હતો. તેની પાસેથી કોઈ પણ કાયદેસરના આધાર-પુરાવા કે પરવાના વગરની રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી.આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમો હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

