BHARUCH : ગેરકાયદે ખનીજ વહન પર તવાઈ: ઝઘડિયાના વાઘપૂરા નજીકથી ભૂસ્તર વિભાગે ₹૪૦ લાખના મુદ્દામાલ સાથે ૪ વાહનો ઝડપી પાડ્યા

0
39
meetarticle

​ઝઘડિયા તાલુકામાં થઈ રહેલા ગેરકાયદે ખનીજ ખનન અને રોયલ્ટી ચોરી સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ભરૂચની ટીમે કડક કાર્યવાહી કરી છે.
​ભૂસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ ક્ષેત્રીય તપાસ ટીમે ઝઘડિયાના વાઘપૂરા ગામ નજીકથી ખનીજ વહન કરતા વાહનોની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.


​ભૂસ્તર વિભાગ દ્વારા ચારેય વાહનો અને તેમાં ભરેલા ખનીજ સહિત કુલ રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા વાહનો સામે નિયમોનુસારની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
​ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ ઝઘડિયાના નાયબ કલેક્ટરે ઓવરલોડ અને ડોક્યુમેન્ટ વગર ખનીજ વહન કરતાં વાહનોને પકડીને વધુ તપાસ માટે ભૂસ્તર વિભાગને સોંપ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here