ગોલ્ડનબ્રિજ નજીક આવેલા બોરભાઠા બેટ ખાતે એક મહાકાય અજગર દેખાયો હતો. આ અંગે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરાતા તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રસ્ટના યોગેશભાઈ મિસ્ત્રીએ વન વિભાગના RFO ડાભીને આ અંગે જાણ કરી હતી. RFO ડાભીના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ અને રમેશ દવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમે મહાકાય અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. અજગરને પકડ્યા બાદ તેને વધુ કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

