ભરૃચ જિલ્લાના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં દેહનો વેપારના નેટવર્કનો પર્દાફાશ ભરૃચ પોલીસે કર્યો છે. બાંગ્લાદેશી યુવક ઘરકામ અને બ્યૂટિપાર્લરમાં નોકરી અપાવવાની લાલચે ભારતમાં ૬૦ જેટલી બાંગ્લાદેશી મહિલાઓને લાવ્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ પોલીસે ૧ર બાંગ્લાદેશી સેકસ વર્કર્સ અને ર પશ્ચિમ બંગાળની મહિલા મળી કુલ ૧૪ મહિલાઓ તથા ૪ પુરુષો મળી ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ભરૃચ શહેરમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ અલફારૃક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૃક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ બાંગ્લાદેશી મહિલાઓને ઘરકામ, બ્યૂટિ પાર્લરમાં નોકરી આપવાની લાલચ આપી ભારતમાં ગેરકાયદે બોલાવી આંતરરાજય કૂટણખાના ચલાવે છે અને હાલમાં રહેણાંક મકાનમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખેલ છે તેવી માહિતીના આધારે ભરૃચ એલસીબી અને એસઓજી પોલીસની ટીમે અલફારૃકપાર્ક સોસાયટીમાં રેડ કરતાં બાંગ્લાદેશી એજન્ટ તથા ચાર બાંગ્લાદેશી મહિલાઓ મળી હતી.
એજન્ટ ફારૃક શેખની પૂછપરછ કરતાં તે પોતે બાંગ્લાદેશી છે અને ભારતમાં ગેરકાયદે પ્રવેશ મેળવી પશ્ચિમ બંગાળનો ખોટો જન્મનો દાખલો બનાવી તેના આધારે છેલ્લા ૧૦ વર્ષથી તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રહે છે અને બાંગ્લાદેશમાં તેના સંગાસંબંધીઓ તથા ઓળખીતા તથા બાંગ્લાદેશ બોર્ડર ફરતા એજન્ટ મારફતે બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં નોકરીની લાલચ આપી તેઓને ગેરકાયદે ભારતમાં લાવી અલગ અલગ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપતો હોવાની વિગતો બહાર આવી છે.
અંદાજીત ૬૦ જેટલી મહિલાઓને ભારતમાં લાવ્યો છે અને હાલ મળી આવેલ ૧ર બાંગ્લાદેશી મહિલાઓને ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન વિગેરે રાજયમાં અન્ય એજન્ટોને મોકલી આપી હોવાની કબૂલાત કરતાં ભરૃચમાંથી ૧ર બાંગ્લાદેશી મહિલાઓ તથા ર પશ્ચિમ બંગાળની મહિલાઓને સ્પાના સંચાલકોનો સંપર્ક કરી ભરૃચ તથા અંકલેશ્વરમાં અલગ અલગ સ્પામાં સેકસ વર્કર તરીકે મોકલી હોવાની કેફિયત રજુ કરી હતી.
૩ મહિલાઓ ભરૃચના નાઝીનખાનના મુસ્કાન સ્પામાં તથા ૩ મહિલાઓ રઈશ શેખના ભરૃચના મંગલ બજાર સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસમાં તથા ૪ મહિલાઓ સુજીત કુમારના અંકલેશ્વર ખાતેના ગોલ્ડન સ્પામાં સેકસ વર્કર તરીકે મોકલેલ હોવાનું બહાર આવતા તમામ બાંગ્લાદેશી મહિલાઓને શોધી કાઢવામાં આવી છે.
ઝડપાયેલા ગેસ્ટ હાઉસો અને સ્પા સંચાલકોના નામ
– ફારૃક શોએબ શેખ (રહે.અલફારૃકપાર્ક સોસાયટી, કંથારીયારોડ, ભરૃચ, મૂળ રહે.બાંગ્લાદેશ)
– નાઝીમખાન સઈદખાન (રહે.જૂની કોલોની, અંકલેશ્વર)
– રઈશ મહંમદ રફીક શેખ (રહે.મોફેસર જીન કંમ્પાઉન્ડ, મંગળબજાર સ્ટેશન રોડ, ભરૃચ)
– સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા (રહે.સર્જન ટાવર, કાપોદ્રા પાટીયા, અંકલેશ્વર)

