ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં શેઠ ખડકી વિસ્તારમાં રહેતા અને ‘સ્મીત જ્વેલર્સ’ નામની દુકાન ધરાવતા સોના-ચાંદીના વેપારી હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. વેપારી દંપતી ૧૦ નવેમ્બરના રોજ મકાનને તાળું મારી વડોદરા ગયા હતા. ૧૨ નવેમ્બરના રોજ પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. ચોરો ઘરમાંથી આશરે ૩૬ તોલા સોનું, ૧૦ કિલો ચાંદી અને ₹ ૧.૩૦ લાખ રોકડ સહિત કુલ ₹ ૮.૭૦ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ મત્તામાં લગ્નકાળના દાગીનાનો પણ સમાવેશ થાય છે. આ ચોરી સંગઠિત રીતે થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જંબુસર પોલીસે ફરિયાદ નોંધી ફિંગરપ્રિન્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


