BHARUCH : ઝઘડિયા પોલીસે વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહિત બે આરોપીને ઝડપી પાડ્યા

0
35
meetarticle

ઝઘડિયા પોલીસને મળેલ બાતમીના આધારે, ઝઘડિયા નગરના મોહનફળિયામાં રહેતા પપ્પુસિંગ બીપીનસિંગ ચૌહાણ અને તેની પત્ની મુન્નીબેન પપ્પુસિંગ ચૌહાણના ઘરે રેઇડ કરી હતી. પોલીસે ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણીયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડેલો ૦.૩૨૦ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થાની કિંમત ₹ ૧૬,૦૦૦/- થાય છે.


​પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મોબાઈલ ફોન સહિત કુલ ₹ ૧૬,૫૦૦/- નો મુદ્દામાલ કબજે લીધો હતો અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓએ ગાંજાનો આ જથ્થો અક્કલકુવા બાજુના મામુ નામના ઈસમ પાસેથી મેળવ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
ઝઘડિયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here