BHARUCH : ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલમાં અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ ‘વજહ’ પુસ્તકનું વિમોચનનું કરવામાં આવ્યું…

0
78
meetarticle

ભરૂચના ટંકારીયા સ્થિત એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆ શાળાના મદની હોલમાં શ્રી અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ ‘વજહ’ પુસ્તકનું વિમોચનનું કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી કરવામાં આવી હતી.

ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પટેલ અશરફ ધ્વારા શ્રી અશોકપુરી ગોસ્વામીનો ટુંકમાં પરિચય આપ્યો હતો. અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ ‘વજહ’નું પુસ્તકનું વિમોચન અઝીઝભાઇ ટંકારવીના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી અશોકપુરી ગોસ્વામી પોતાની મીઠી વાણી પોતાનો પ્રતિભાવ રજુ કર્યો. અઝીઝભાઈ ટંકારવી, ઈમ્તિયાઝભાઈ મોદી, દર્દ ટંકારવી, ઈકબાલભાઈ ઉઘરાદાર, અશોકપુરી ગોસ્વામી જેવા મહાન ગઝલકારોએ પોતાની ગઝલો મીઠી વાણીમાં રજુ કરી હતી.

ઉપસ્થિત મહેમાનોમાં જેવા કે શ્રી અશોકપુરી ગોસ્વામી, અઝીઝભાઈ ટંકારવી, મુબારક ઘોડીવાલા (દર્દ ટંકારવી), અબ્દુલભાઈ ટેલર (સામાજિક કાર્યકર), જાકીરભાઈ ઉમટા (માજી સરપંચ), ડૉ.ઈમ્તિયાઝ મોદી, ઈકબાલભાઈ ઉઘરાદાર, નસીરભાઈ લોટીયા, મુસ્તાકભાઈ પટેલ, અશરફભાઈ, યુસુફભાઈ જેટ તેમજ તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અંતે શાળાના આચાર્યશ્રીએ આવેલ મોંઘેરા મહેમાનોને હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો…

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here