દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત ખિતાબ જીતતા ભરૂચ શહેરમાં ભવ્ય વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે ભરૂચ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમણે હાથોમાં તિરંગા લઈને “ભારત માતા કી જય”ના નારા લગાવ્યા હતા.
ઉત્સાહી લોકોએ ફટાકડાં ફોડી અને આતશબાજી કરીને જીતની ધમાકેદાર ઉજવણી કરી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે શહેરના મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

