BHARUCH : તેજ અવાજનું ખૂની પરિણામ: મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો કરવાના વિવાદમાં આધેડની હત્યા, મંગેતર આરોપી ઝડપાયો

0
42
meetarticle

ભરૂચ શહેરના દહેગામ વિસ્તારમાં તેજ અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ લીધું છે. પાડોશી યુવતીના ફિયાન્સે દ્વારા છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારવાના કારણે ૬૨ વર્ષીય આધેડનું કરુણ મોત નીપજ્યું છે.


​શુકુન બંગ્લોઝમાં રહેતા મૃતક ઐયુબ ઇબ્રાહિમ ગુરુજી (ઉ.વ. ૬૨) અને પાડોશમાં રહેતી યુવતી ગજાબાબાનું ઈમરાન મન્સુરી વચ્ચે તેજ અવાજે સંગીત વગાડવા બાબતે વિવાદ થયો હતો. વિવાદ વકરતાં યુવતીના મંગેતર મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખે સ્થળ પર આવીને ઐયુબભાઈને છાતીના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો.
​મારામારી બાદ ઐયુબભાઈ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં તેઓ ઢળી પડ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આઘાતજનક ખુલાસો થયો કે, માર મારવાના કારણે ઐયુબભાઈના હૃદય અને ફેફસાં ફાટી ગયા હતા, જેના પરિણામે આંતરિક રક્તસ્રાવથી તેમનું મોત નીપજ્યું હતું.
​ભરૂચ એસટીએસસી સેલના ડીવાયએસપી ડૉ. અનિલ સીસારાએ જણાવ્યું કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યો છે.
આરોપીના ૨૦ ડિસેમ્બરના રોજ નિકાહ થવાના હતા, પરંતુ હત્યાના આરોપમાં તેની ધરપકડ કરાઈ છે.
​પોલીસે મુખ્ય આરોપી મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, તકરાર કરનાર યુવતી ગજાબાબાનું સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here