ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડને મોટી સફળતા મળી છે. દહેજ પોલીસ સ્ટેશનમાં ₹70 લાખની કેમિકલ ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી ચંદ્રકુમાર કૃષ્ણપ્રસાદ બારીને ઝડપી પાડવામાં આવ્યો છે.

પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી કે આરોપી વલસાડની અતુલ કંપનીમાં ટેન્કર ભરવા માટે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વલસાડ પહોંચી અતુલ કંપનીના પાર્કિંગમાંથી આરોપીને દબોચી લીધો હતો.
આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને દહેજ પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો છે.

