BHARUCH : પાતાળકુવા ફળિયામાં આવેલ તબેલામાંથી ગૌ-માંસ અને કતલ કરવાના સાધનો જપ્ત; એકની ધરપકડ, ત્રણ વોન્ટેડ જાહેર

0
24
meetarticle

​ભરૂચ તાલુકા પોલીસે દહેગામ ગામની સીમમાં રાત્રીના સમયે દરોડો પાડી ગૌ-વંશની કતલ કરવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે, પોલીસ સ્ટાફ, પંચો અને પશુ ચિકિત્સક ડોક્ટર સાથેની ટીમે દહેગામના પાતાળકુવા ફળિયામાં રહેતા મુનાફ મુસા કાળાના રહેણાંક ઘરની નીચે આવેલા ભેંસોના તબેલા અને બાજુના ખુલ્લા વાડામાં રેડ કરી હતી.


​પોલીસને વાડાના ભાગે ઝાડીઓની ઓથમાં બેટરી ટોર્ચના અજવાળે કતલ કરાયેલી ગાયનું ૩૩૦ કિલોગ્રામ ગૌ-માંસ મળી આવ્યું હતું, જે ખોરાક અને આર્થિક ફાયદા માટે તૈયાર કરાયું હતું. આ સાથે, રહેણાંક ઘરની નીચેના તબેલામાં ઘાસચારો કે પાણીની સગવડ વિના ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલી ચાર જીવિત ગાયો (કિં. રૂ. ૧,૦૫,૦૦૦/-) પણ મળી આવી હતી, જેનો જીવ બચાવાયો હતો. પોલીસે સ્થળ પરથી કતલ કરવાના છરા, ચપ્પા અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા હતા.
​પોલીસે સ્થળ પરથી મહમદસઅદ મુનાફ મુસા કાળા (ઉં.વ. ૨૦) (રહે. દહેગામ) ની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર મુનાફ મુસા કાળા અને કતલ કરવાનું કામ કરતા અન્ય બે મજૂરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ગૌ-માંસનો જરૂરી નમૂના લેવડાવી તેનો નાશ કરવામાં આવ્યો છે અને જીવિત ગાયોને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ ગૌ-સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here