પાનોલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે પ્રોહિબિશન અને BNS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

હ્યુમન સોર્સ દ્વારા મળેલી સચોટ માહિતી મુજબ, મનીષ ઉર્ફે મલો કાલીદાસભાઈ વસાવા (રહે. સારંગપુર, નવી નગરી) બાકરોલ બ્રિજ સર્વિસ રોડ પાસે ઉભો હોવાની વિગત મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ૨૫ વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા અન્ય છેડાઓ શોધવા તપાસ તેજ કરી છે.
