BHARUCH : ભગવાન ઝુલેલાલજી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી: ભરૂચ સિંધી સમાજમાં રોષ, છત્તીસગઢના નેતા અમિત બધેલ સામે કાર્યવાહીની માગ

0
57
meetarticle

છત્તીસગઢના નેતા અમિત બધેલ દ્વારા ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભરૂચના સિંધી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.


તા. 29 ઓક્ટોબર, 2025 ના રોજ સોશિયલ મીડિયા પર અમિત બધેલે કરેલી અભદ્ર ટિપ્પણીથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતા, સિંધી સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પ્રદર્શનકારીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં તાત્કાલિક જાહેર માફી અને અમિત બધેલ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
‘જય ઝુલેલાલ’ના નારા સાથે સમાજના સભ્યોએ આક્ષેપિત વ્યક્તિને સજા કરવાની માંગ કરી હતી. સમગ્ર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here