ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે યોજાયેલા ભાતીગળ મેળામાં ભાવિકો અને મુલાકાતીઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. તા. ૨ થી ૯ નવેમ્બર સુધી યોજાયેલા આ મેળામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.મેળામાં ૮૦૦થી વધુ સ્ટોલ અને ચકડોળ સહિતની અવનવી રાઈડ્સ ઊભી કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ આનંદ લીધો હતો.

ભક્તોએ પાવન સલીલા નર્મદામાં સ્નાન કરીને શુકલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ મેળામાં મ્હાલવાની મજા માણી હતી.
દૂર-દૂરથી આવતા લોકોની સુવિધા માટે એસ.ટી. વિભાગે ૩૫ થી ૪૦ વધારાની બસો દોડાવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.આ મેળાએ ભરૂચ અને આસપાસના વિસ્તારમાં લોકમેળાની પરંપરા અને ઉત્સાહને જીવંત રાખ્યો હતો.

