ભરૂચમાં વ્યાજખોરોનો મારામારીનો વીડિયો વાયરલ વાયરલ થયો છે, જેમાં વેપારીની દુકાનમાં આવીને વ્યાજખોરોએ માર માર્યો હોવાની વાત સામે આવી છે. પોલીસમાં આ મામલે અરજી થઈ હોવાની વાત છે.

ભરૂચમાં વ્યાજખોરોએ વેપારીને માર માર્યો હોવાની વાત સામે આવી છે, હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અને પૈસાની ઉઘરાણીમાં વેપારી સાથે મારામારી થઈ છે, વેપારીનું કહેવું છે કે, વ્યાજખોરોએ 3 લાખ સામે 18 લાખ પડાવ્યા છે અને અજય શાહ વિરુદ્ધ પોલીસમાં અરજી કરાઈ છે.
ભરૂચમાં વ્યાજખોરોએ દુકાનમાં ઘુસી મારપીટ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે, રૂપિયાની ઉઘરાણી માટે વેપારી દિલીપ સુથારને ધમકી આપી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે, 3 લાખ સામે 18 લાખ વસુલ્યા હોવાનો આરોપ વ્યાજખોરો સામે કરવામાં આવ્યો છે, વેપારીએ વ્યાજખોર અજય શાહ સામે સી ડિવિઝન પોલીસમાં અરજી આપી છે અને પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે, વેપારીને વ્યાજખોરો અપશબ્દ પણ બોલ્યા હોવાની વાત સામે આવી છે.
