ભરૂચ દૂધ ધારા ડેરીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરનારા ડેરી ના ચેરમેન ઘનશ્યામ પટેલ ની ડેરી ની ચૂંટણી માં તેમની પેનલની જીત થતા ભાજપ નો ફરી એકવાર ઊંચો સાબિત થયો છે. જયારે ભાજપ ના જ દિગ્ગજ નેતા અને વાગરા ના ધારાસભ્ય અરુણ સિંહ રાણા ના વિરોધ અને વિરોધી પેનલ ની કારમી હાર થતા ભાજપ ની નાવ માં સામા પ્રવાહે તરવા જતા ડૂબી જવાનો વારો આવ્યો હતો.
900 કરોડનું ટર્ન ઓવરધરાવતી ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે દિગ્ગજ આગેવાનોમાં કાંટે કી ટકકર જોવા મળી હતી. ડેરીમાં છેલ્લા 17 વર્ષથી શાશન કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા મેદાને આવ્યાહતા પણ ઘનશ્યામ પટેલ સામે ટકી શક્યા નહી ઘનશ્યામ પટેલે આડકતરી રીતે મેસેજ આપી દીધો હતો કે
વિરોધ કરનાર ને ભાજપ માં સ્થાન નથી. આગામી દિવસો માંઅરુણ સિંહ રાણાની રાજકીય કારકિર્દીને નુકસાન થાય તો નવાઈ નહીં.આગામી દિવસોમાં પ્રકાશ દેસાઈ, અરુણ સિંહ રાણા પર પાર્ટી ની નજર રહેશે.સુગર ના રાજકારણ માં સતત વિરોધ કરનારા સુનિલ પટેલ ને ઘનશ્યામ પટેલે કળથી હાર નીથપાટ આપીને વળતો જવાબ આપી દીધોછે.સુનિલ પટેલનું ભાજપા માંથી પત્તુ કપાઈ ગયું છેત્યારેહોળી નું નાળિયેર બન્યા સુનિલ પટેલના રાજકીય કારકિર્દી ને પણ નુકસાન થયું છે.ઘનશ્યામ પટેલ ડેરીની ચૂંટણી જીતીને ફરી એક વાર સહકારી ક્ષેત્ર ના દિગ્ગજ નેતા સાબિત થયાછે. એટલુંજ નહીં ભરૂચ નર્મદા ના સહકારી ક્ષેત્રના ભીષ્મ પીતામહ સાબિત થયા છે.દિલીપસિંહ દાદા પછી સહકારી ક્ષેત્રમાં કાઠું કાઢનાર દિગ્ગજ નેતા તરીકે ઘનશ્યામ પટેલનો જોટો મળવો હવે મુશ્કેલ જણાય છે.

ભરૂચ નર્મદા ના રાજકારણમાં દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવેલા ભાજપા પાર્ટીના અને જનતા ના લોક પ્રિય નેતા ઘનશ્યામ પટેલ નું ભાજપાના રાજકારણ માં રાજકીય કદ વઘી ગયું છેઆગામી ભરૂચ લોકસભા ની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલ ભલે ટિકિટ નહીં માંગે પણ પોતાની મજબૂત દાવેદારી અત્યાર થી જ પાક્કી કરનાર ઘનશ્યામ પટેલભરૂચ લોકસભા ના ભાજપા મજબૂત ઉમેદવાર તરીકે ચોક્કસ ઉપસી આવ્યા છે. શાંત,ઠરેલ, કરતૃત્વવાન, વિકાસ ના કામો સાથે પાર્ટી ને અને સંગઠન મજબૂત કરનારા કદાવર મજબૂત નેતા તરીકે ઘનશ્યામ પટેલ લાંબા સમય સુધી પ્રજા ને યાદ રહેશે.ઘનશ્યામ પટેલે મતદારોનો આભાર માન્યો હતો અને ડેરી ના વિકાસમાંપોતાનુંપૂરું યોગદાન અને કુશળ વહીવટ ની ખાત્રી આપી હતી.

Reporter :દીપક જગતાપ, રાજપીપલા

