ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે LCB ની ટીમે આરોપી રાજુખાન નિશારખાન પઠાણ (રહે. કલદરખેડા, ચિત્તોડગઢ, રાજસ્થાન) ને ભરૂચ શહેર રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડ્યો હતો.
આરોપીએ ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે. આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ અને ફોરેસ્ટ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો હતો.
