ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વડોદરાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹3.40 કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ (NDPS) ના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

SOG ટીમને મળેલી બાતમીના આધારે, ભરૂચના લાલ બજાર ચોક પાસે આવેલી ઈંડાની લારી પાસેથી વોન્ટેડ આરોપી સમીરહુસેન અબ્દુલમુનાફ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી ભરૂચના હાજીપીર કિરામણીનો રહેવાસી છે.આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ માટે વડોદરાના ભાદરવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

