BHARUCH : ભાવભીની શ્રદ્ધાંજલિ: ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ. અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત

0
33
meetarticle


​ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ગુજરાતના ગૌરવ સ્વ. અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ સ્વ. પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

This image has an empty alt attribute; its file name is a606dd48-8db2-4787-8441-12afee31b625.jpeg


​ ​આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્વ. અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ખાસ હાજરી આપી હતી. તેમણે પોતાના પિતાના રાજકીય જીવનમાં દેશ અને રાજ્યની રાજનીતિમાં આપેલા નિષ્ઠાભર્યા યોગદાનને યાદ કર્યું હતું.ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓએ સ્વ. અહમદ પટેલની સંગઠન શક્તિ, તેમનો સરળ સ્વભાવ અને લોકકલ્યાણના અભિગમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફળવાળા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here