BHARUCH : વાગરાના જણીયાદરા-પખાજણમાં SRF ફાઉન્ડેશનનો આરોગ્ય કાર્યક્રમ: વિના મૂલ્યે પ્રાથમિક તપાસ અને દવા વિતરણથી ગ્રામ્ય સ્વાસ્થ્ય સુદ્રઢ

0
51
meetarticle

વાગરા તાલુકામાં સમાજ સેવાના ભાગરૂપે એસઆરએફ (SRF) ફાઉન્ડેશન દ્વારા ગતરોજ જણીયાદરા અને પખાજણ ગામમાં પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવારનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.


એસઆરએફ ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી તેની સ્વાસ્થ્ય સેવા વાન થકી કંપનીની આસપાસના ૧૫ ગામોમાં વિના મૂલ્યે પ્રાથમિક સારવાર પૂરી પાડી રહી છે, જે ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને મફત દવાઓ અને બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હિમોગ્લોબિન જેવી મહત્વપૂર્ણ તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી. ફાઉન્ડેશન નિયમિતપણે સ્વાસ્થ્ય સારવાર સાથે નિરોગી જીવનશૈલી માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. આ કાર્યક્રમને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રવીણ સિંગનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here