BHARUCH : વાગરાના ITI આંકોટ ખાતે ૭૬મો વનમહોત્સવ ઉમંગભેર ઉજવાયો, વૃક્ષારોપણ સાથે ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી અપાઈ

0
30
meetarticle

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના હેતુથી સામાજિક વનીકરણ રેન્જ, વાગરા દ્વારા તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ આંકોટ ગામની ITI કોલેજ ખાતે ૭૬મા વનમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


તાલુકા પંચાયતના પ્રમુખ ભુપેન્દ્રસિંહ વાઘેલા અને મામલતદાર મીનાબેન જી. પટેલ સહિતના મહાનુભાવોએ સિંદૂરના રોપાથી સ્વાગત સ્વીકાર્યું અને વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રેરણાદાયી પ્રસંગે વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જે તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું મહત્ત્વ સમજાવશે. વન વિભાગના અધિકારીઓ સાથે વિલાયત GIDC એસોસિએશનના સેક્રેટરી ડૉ. મહેશ વશી અને જ્યુબિલન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અલ્કેશભાઈ રાણા સહિતના ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here