વાલિયા તાલુકાના મોખડી ગામે લાંબા સમયથી માનવ વસાહત નજીક આંટાફેરા કરતી એક દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે, જેનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગામલોકોની રજૂઆતને પગલે વન વિભાગના RFO એમ. એમ. ગોહિલની ટીમે કસ્તુર કેસા ગામીતના વાડામાં પીંજરું ગોઠવ્યું હતું. શિકારની શોધમાં આવેલી આ પુખ્ત વયની માદા દીપડી પાંજરે પુરાતાં વન વિભાગે તેને હીરાપુર નર્સરી ખાતે ખસેડી હતી.
વન વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલી દીપડીની લંબાઈ ૧.૬૨ સે.મી. અને ઊંચાઈ ૫૮ સે.મી. છે, જ્યારે તેનું વજન ૬૫ કિલો જેટલું છે. ઉચ્ચ અધિકારીઓની પરવાનગી મળ્યા બાદ આ દીપડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
