ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઝઘડિયાના ઊંટિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાગરા તાલુકાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ રમત મહોત્સવમાં જિલ્લાના ૯ તાલુકાની ટીમોએ ખેલદિલીપૂર્વક ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની રોમાંચક ફાઈનલમાં વાગરાની ટીમે નેત્રંગને પરાજય આપી વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો. વાગરા ટીમના સોકતભાઈ ‘મેન ઓફ ધ મેચ’ અને ઝઘડિયા ટીમના વિપુલભાઈ ‘મેન ઓફ ધ સિરીઝ’ જાહેર થયા હતા. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન વિપુલભાઈ પટેલ (ચેરમેન, ઝઘડિયા ટીચર ક્રેડિટ સોસાયટી) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, મહામંત્રી રાજીવ પટેલ સહિતના અગ્રણીઓએ આર્થિક અને નૈતિક સહયોગ પૂરો પાડ્યો હતો. વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અંતે તમામ શિક્ષકોએ રાષ્ટ્રગીત ગાઈને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

