BHARUCH : સગીરાનું અપહરણ: ઝઘડિયામાં શાળાએ જતી ૧૩ વર્ષીય સગીરાને યુવક મોટરસાયકલ પર ભગાડી ગયો, પોલીસમાં ફરિયાદ

0
46
meetarticle

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એક સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ ગણેશ વસાવા નામના યુવક સામે લગ્નના ઈરાદે બળજબરીથી અપહરણ કરવા બદલ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૩ વર્ષ અને ૬ માસની સગીરા પોતાની બહેન સાથે નજીકના ગામની શાળાએ જવા નીકળી હતી.
આ સમયે આરોપી ગણેશ વસાવા મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો અને સગીરાને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડીને ભગાડી ગયો હતો.
સગીરાના પિતાની ફરિયાદ મુજબ, આરોપી અગાઉ પણ સગીરાને જોયા કરતો હતો.
સગીરાની બહેને તાત્કાલિક ઘરે જાણ કરતાં, પિતાએ આરોપી ગણેશ અશ્વિનભાઈ વસાવા (રહે. વાસણા ગામ) વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી અને સગીરાને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here