BHARUCH : સુરતના મહીધરપુરામાંથી છ મહિના પહેલા ચોરાયેલ મોટરસાયકલ સાથે આરોપી ભરૂચ LCBના હાથે ઝડપાયો

0
33
meetarticle

ભરૂચ LCB ટીમને બાતમી મળી હતી કે ગડખોલ મીઠા ફેક્ટરી પાસે એક શખ્સ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું શંકાસ્પદ સ્પ્લેન્ડર બાઇક લઈને ઊભો છે. પોલીસે આ શખ્સને પકડી પાડી બાઇકના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો નહોતો.


​આરોપીને અંકલેશ્વર LCB ઓફિસ લાવી સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે: “આશરે બે મહિના પહેલા સુરત, મહીધરપુરા દિલ્હી ગેટ પાસે એક હોટલના પાર્કિંગમાંથી આ હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. ડાયરેક્ટ કરીને ચોરી કર્યું હતું અને તેને અંકલેશ્વર લાવી અંગત કામકાજમાં વાપરતો હતો.”


​આ કબૂલાતથી મહીધરપુરા પોલીસ સ્ટેશન, સુરત શહેરની મો.સા. ચોરીનો ગુનો ઉકેલાયો છે.
ભરૂચ LCB દ્વારા પકડાયેલા આરોપી જીતેન્દ્રકુમાર ગીરજાસીંગ સીંગ (ઉ.વ. ૩૬)
​રહે, શીવાંજલી સોસાયટી, મીઠા ફેક્ટરી પાસે, ગડખોલ, તા-અંકલેશ્વર, જી-ભરૂચ
​(મૂળ રહે, ભરીધા ગામ, તા-ગુરૂવા, જી- ગયા, બિહાર) વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરીને તેને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, અને મહીધરપુરા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here