ભરૂચ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને છેલ્લા ૮ વર્ષથી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરાના ડભોઈ ખાતેથી ઝડપી પાડ્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં ફરાર આરોપી દિનેશભાઈ ઉર્ફે રાકેશ ઉર્ફે સુરેશ ઉર્ફે વી.આઈ.પી. ઉર્ફે નાઇન ભીખાભાઈ રાવલ (ઉં.વ. ૪૮) હાલ ડભોઈમાં તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે SOG ટીમે ડભોઈમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
પકડાયેલો આરોપી અનેક ઉપનામો (વી.આઈ.પી., નાઈન, સુરેશ) ધરાવે છે. SOG એ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

