BHARUCH : ૮ વર્ષનો ‘પેરોલ જમ્પ’ સમાપ્ત: બળાત્કાર-અપહરણના ગુનામાં ફરાર કેદી યુનુશ વ્હોરાને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે રાજસ્થાનના અજમેરથી ઝડપ્યો

0
58
meetarticle

​ભરૂચ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનામાં સજા ભોગવતા અને છેલ્લા ૮ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે રાજસ્થાનના અજમેર ખાતેથી ઝડપી પાડ્યો છે.


​ ​ભરૂચનો રહેવાસી યુનુશ અલી ઉસ્માન ગની વ્હોરા (પાકા કામનો કેદી) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સજા સંભળાવ્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો.
​આરોપી ૩૧/૦૮/૨૦૧૭ ના રોજ ૧૦ દિવસની પેરોલ રજા પર છૂટ્યો હતો, પરંતુ ૧૧/૦૯/૨૦૧૭ ના રોજ રજા પૂરી થવા છતાં જેલ ખાતે હાજર થયો નહોતો.
​ફરાર થયા બાદ તેની વિરુદ્ધ ભરૂચ શહેર ‘બી’ ડીવી. પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો હતો.
​ ​ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે, યુનુશ વ્હોરા રાજસ્થાનના જયપુરથી અજમેર આવી રહ્યો છે. આ બાતમીના આધારે ભરૂચની ટીમે રાજસ્થાનમાં તપાસ કરી અજમેર બસ સ્ટેન્ડ ખાતેથી આરોપી યુનુશ વ્હોરાને હસ્તગત કર્યો હતો.
​આરોપીની ધરપકડ કરીને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર ‘બી’ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here