ભરૂચ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને, વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે નેત્રંગના કાટીપાડા ગામનો રહેવાસી આરોપી સંજય ખાલપા વસાવા (ઉ.વ. ૪૦) અંકલેશ્વર બસ સ્ટેન્ડ પાસે હાજર છે.
બાતમીના આધારે ટીમે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે સંજય વસાવાની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

