GUJARAT : ચેક પરત ફરવાના કેસમાં ભરૂચ કોર્ટે આરોપી જીગર દીવાનને 6 મહિનાની કેદની સજા ફટકારી

0
109
meetarticle

રોકાણના નામે લોકો પાસેથી પૈસા પડાવતા અને પછી ચેક પરત ફરવાના કેસમાં ભરૂચ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ભરૂચના ચોથા એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ વી.વી. શુક્લની કોર્ટે આવા જ એક કેસમાં આરોપી જીગર દીવાનને 6 મહિનાની કેદની સજાનો હુકમ કર્યો છે. આ સાથે કોર્ટે પીડિતને ₹4,50,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. જો આરોપી આ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ 6 મહિનાની સજા ભોગવવી પડશે.
આ કેસની વિગતો અનુસાર, ફરિયાદી રંજનબેન સંતોષકુમાર જેન્નાને આરોપી જીગર દીવાન (પ્રથમેશ ઈન્વેસ્ટમેન્ટ)એ રોકાણ પર સારું વળતર આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને રંજનબેને તેને ₹5,25,000 આપ્યા હતા. જોકે, લાંબા સમય સુધી કોઈ વળતર ન મળતા તેમણે પોતાના પૈસા પાછા માંગ્યા.


પૈસા પાછા આપવાના બદલે જીગર દીવાને ત્રણ અલગ-અલગ ચેક આપ્યા હતા. જેમાંથી એક ચેક બેંકમાં પરત ફરતા રંજનબેને નોટિસ મોકલી, ત્યારે જીગર દીવાને થોડો સમય માંગ્યો અને પૈસા આપી દેવાની ખાતરી આપી. પરંતુ નોટિસની સમયમર્યાદા પૂરી થયા બાદ તેણે પૈસા આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે હવે કંઈ થઈ શકે તેમ નથી.
આથી, બાકીના બે ચેક પણ બેંકમાં જમા કરાવતા તે પણ પરત ફર્યા. આ ઘટના બાદ રંજનબેને તેમના વકીલ મહેન્દ્ર કંસારા મારફતે આરોપી જીગર દીવાનને કાનૂની નોટિસ પાઠવી. આરોપીએ આ નોટિસનો પણ કોઈ જવાબ ન આપતા, ફરિયાદીએ કોર્ટમાં ધિ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી.
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલ મહેન્દ્ર કંસારાએ સચોટ દલીલો રજૂ કરી હતી. કોર્ટે આ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી જીગર દીવાનને દોષિત ઠેરવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી આવા ગુના આચરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here