ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી હાલ અંકલેશ્વરના શાકમાર્કેટ ત્રણ રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો છે.
આ બાતમીના આધારે, LCBની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલે (ઉંમર ૨૫, રહેવાસી: ચંદોલી, ભારપુરા, ઉત્તર પ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.પૂછપરછ દરમિયાન, આરોપીએ અંકલેશ્વરમાં થયેલી ચોરીના ગુનામાં તેની સંડોવણી અને ધરપકડ બાકી હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ, કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


