ભરૂચ એલ.સી.બી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા બે મહિનાથી વોન્ટેડ આરોપીને અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, અંકલેશ્વર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગુલ્ફાન મહમદ સલીમ શાહ (ઉંમર ૨૩) કાપોદ્રાની સનવેલી સોસાયટીમાં તેના મકાન નંબર ૩૫માં હાજર હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ગુલ્ફાન શાહને ઝડપી પાડ્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે બે મહિના પહેલા અંકલેશ્વર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી સીસું ચોર્યાની કબૂલાત કરી હતી. આ કબૂલાત બાદ, તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


