GUJARAT : ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂ. ૬૮.૪૭ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો: એક આરોપીની ધરપકડ

0
67
meetarticle

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બાતમીના આધારે પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘમણી કંપની તરફ જતા રસ્તા પરથી એક કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ, LCBની ટીમ રાત્રી પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને માહિતી મળી કે કન્ટેનર નંબર GJ-01-HT-4445 માં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત તરફથી પાનોલી GIDC માં મેઘમણી કંપની નજીક પહોંચ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા, કન્ટેનરને અટકાવીને તપાસ કરી હતી.
તપાસ દરમિયાન, કન્ટેનરમાં સેમસંગ કંપનીના ટીવી, ફ્રિજ અને કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અને બિયરની કુલ ૪૬૨૯ બોટલ અને ટીનનો અંદાજિત રૂ. ૧૫,૨૭,૪૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે કન્ટેનર, તેમાં ભરેલો ઇલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ. ૬૮,૪૭,૪૮૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના દેવગઢના રહેવાસી સંતોષ પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂત, ચેતનભાઈ સેલવાસ અને GJ-19-BE-0928 નંબરવાળી બલેનો કારના ચાલક સહિત કુલ ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here