ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગુપ્ત બાતમીના આધારે ભરૂચ તાલુકાના થામ ગામથી મનુબર ગામ જતા રોડ પર આવેલી રેલવે ટ્રેકની બાજુમાં ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો ભેગા થઈને નાણાકીય લાભ માટે પત્તા-પાના વડે જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે, LCBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો.
આ દરોડામાં પોલીસે બે આરોપીઓ – એઝાઝ મુસ્તાક વલીભાઈ પટેલ અને નીલેશભાઈ બાબુભાઈ મકવાણાને રોકડ રકમ અને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. ૧૩,૦૧૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઉપરાંત, આ જુગાર કેસમાં ત્રણ અન્ય આરોપીઓ મહંમદલુકમાન મો. સિદ્દિક અઠાવાલા, શોએબ, અને અકરમ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ભરૂચ તાલુકા પોલીસ કરી રહી છે.


