BHARUCH : ‘NO DRUGS IN BHARUCH’ અભિયાન હેઠળ SOGની કાર્યવાહી: ₹1.68 લાખના મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 2 ઝડપાયા

0
56
meetarticle

ભરૂચ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડી, ₹1,68,300/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


ગુપ્ત બાતમીના આધારે પોલીસે દહેજ બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે તોસીફ ઇકબાલ પટેલ (રહે. કરમાડ) અને તોસીફ અલ્તાફ કુરેશી (રહે. અંકલેશ્વર) નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી 8.83 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ (કિં.રૂ. 88,300/-) ઉપરાંત એક મોબાઈલ ફોન અને એક યામાહા મોપેડ ગાડી સહિત કુલ ₹1,68,300/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here