GUJARAT : ભરૂચ પોલીસ દ્વારા ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત “સન્ડે ઓન સાયક્લોન” નું આયોજન

0
51
meetarticle

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો અને અધિકારીઓના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે “સન્ડે ઓન સાયક્લોન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય “ફિટ પોલીસ – હેલ્ધી પોલીસ” નો સંદેશ ફેલાવવાનો હતો.


આ કાર્યક્રમની શરૂઆત સવારે યોગ અને ઝુમ્બા સત્રોથી થઈ હતી, જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્રો બાદ, પોલીસ હેડક્વાર્ટરથી સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી પાંચ બત્તી સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર આવીને પૂર્ણ થઈ હતી. આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, અધિકારીઓ અને હેડક્વાર્ટરના સ્ટાફે ભાગ લીધો હતો.


આ પ્રસંગે, ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ સાયકલ રેલીમાં જોડાઈને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો પોલીસકર્મીઓને તેમની વ્યસ્ત ફરજો વચ્ચે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here