GUJARAT : ભરૂચ SOG દ્વારા પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો: એકની ધરપકડ

0
48
meetarticle

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) બાતમીના આધારે, ભરૂચ શહેરના મદીના હોટેલ પાસે આવેલી “મદીના પાન પોઈન્ટ” નામની દુકાન પર દરોડો પાડ્યો હતો.


આ દરોડા દરમિયાન, દુકાન માલિક મહંમદજૈનુલઆબેદીન મહંમદનઈમ નાગોરી (ઉ.વ. ૨૬, રહે. ભરૂચ) ને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ-સિગારેટ અને તેની રિફીલ (ફ્લેવર) વેચતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દુકાનમાંથી જુદી જુદી વિદેશી કંપનીઓની કુલ ૩૨ નંગ ઈ-સિગારેટ અને ફ્લેવર જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. ૨૭,૬૦૦/- થાય છે. જપ્ત થયેલા મુદ્દામાલમાં “FLOW POD” અને “ELUX LEGEND 3500 PUFFS” જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
આ કેસમાં મહંમદજૈનુલઆબેદીન નાગોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ટંકારીયાના રહેવાસી મહંમદ નામના એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી અંગે ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં “ધ પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ” હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here