ભરૂચના યુવા રમતવીર નીલય પટેલની આગામી નવેમ્બર 2025માં ગ્રીસમાં યોજાનારી વર્લ્ડ ગ્રેપલિંગ-કુસ્તી ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે. છત્તીસગઢના બિલાસપુરમાં યોજાયેલી 5મી રાષ્ટ્રીય ગ્રેપલિંગ-કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ તેને આ તક મળી છે.
આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતીને વિજય મેળવ્યો હતો. ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળામાં તાલીમ લઈ રહેલા અને ક્વીન ઓફ એન્જલ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા નીલયે U-19 કેટેગરીમાં 65 થી 70 કિલો વજન ગ્રુપમાં સિલ્વર મેડલ જીતીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
નીલયની આ સિદ્ધિ ભરૂચ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આશા છે કે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરશે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


