BHARUCH : આદિવાસી યુવાનોમાં એકતા અને સામાજિક બંધુત્વ વધારવા વાલિયામાં YPCL-2025-26નું આયોજન, પૂર્વ પ્રમુખ રાજુભાઈ વસાવાએ પીચનું ખાતમુહૂર્ત કર્યું

0
44
meetarticle


વાલિયા તાલુકાના ચમારીયા ગામમાં યુથ પાવર વાલિયા દ્વારા આગામી યુથ પાવર ક્રિકેટ લીગ (YPCL)-2025-26ના આયોજન માટે ક્રિકેટ પીચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને હાલના સભ્ય રાજુ વસાવાના હસ્તે વિધિવત રીતે આ ક્રિકેટ ગ્રાઉન્ડના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય વાલિયા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના યુવાનોમાં એકતા વધારવાનો અને સામાજિક બંધુત્વની ભાવના મજબૂત કરવાનો છે. યુથ પાવરના અધ્યક્ષ અને ગામના સરપંચ રજની વસાવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ યુવાનોને રમતગમત દ્વારા સકારાત્મક માર્ગે વાળવા અને તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
ચમારીયા ગામ ખાતે તૈયાર થઈ રહેલા આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટૂંક સમયમાં જ YPCL-2025-26 ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારની રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here