BHARUCH : ઝંધાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો, ૧૨ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા..

0
26
meetarticle

ભરૂચના ઝંઘાર સ્થિત  મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા  મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો  છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
મિસ્બાહી મિશન ના સમગ્ર કામો ફખ્રે ગુજરાત હઝરત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબ ની નિગરાની હેઠળ થાય છે

કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાત ખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. હઝરત મૌલાના સાદિક સાબરી દેહગામી  તેઓ એ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દુર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઇ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ નવ યુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી ગુજારવાની નસીહત કરી હતી

ત્યાર બાદ હઝરત સૈયદ અસગર અલી બાવા સાહેબ નિકાહ ને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા – દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલ્માંએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી.

આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ એહમદ બાવા ટંકારિયા, તથા  મિસ્બાહી મિશન ના નીગરા હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી  મિસ્બાહી ભરૂચ અને  તેમજ વિશેષ ઉલમાં મેહમાન તરીકે હઝરત મુફ્તી મોહસીન મિસ્બાહી સાહેબ (સદર મુફ્તી ભરૂચ) અને મિસ્બાહી મિશન સુરત ના જીમ્મેદાર જનાબ તોસિફ ભાઈ મકરદમ અને  મુખ્ય અતિથિ તરીકે ભરૂચ થી પધારેલ સમાજ સેવક જનાબ અબ્દુલ્લાહ ભાઈ કામઠી હાજર રહ્યા હતા
સમૂહ લગ્નોત્સવ સમારોહ મિસ્બાહી મિશન ઝંગાર  બ્રાન્ચના સર્વ નવ યુવાનો તથા સમસ્ત ઝંગાર ગામ પરિવારે શરૂઆતથી અંત એટલે કે વિદાયગિરિ સુધી હાજર રહી ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
આ સમગ્ર પ્રોગ્રામ હઝરત મૌલાના મુસા અશરફી ની નિગરાની હેઠળ થયો
ગામની હાઈસ્કૂલના શિક્ષક મિત્રો ખાસ કરી જંગાર હાઈ સ્કુલ ના પ્રિન્સીપાલ આદમ સાહેબ ભડ તેમને પોતાના સરસ અનુભવથી આ કાર્યક્રમને ઘણી સુંદરતાની સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો. દુલ્હનનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબજ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા…

REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here