BHARUCH : ભરૂચ મહિલા પોલીસ આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: પ્રેમી પોલીસકર્મીએ લગ્નનો ઇનકાર કરતા પ્રીતિએ ટૂંકાવ્યું આયુષ્ય, સહકર્મી સંદીપ ગોહિલની ધરપકડ

0
15
meetarticle


ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ પરમારના આપઘાત કેસમાં આખરે પ્રેમ પ્રકરણ અને દગાબાજીનો ગંભીર વળાંક સામે આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટનામાં બી-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી પ્રીતિના જ સહકર્મી અને પ્રેમી પોલીસકર્મી સંદીપ ગોહિલની ધરપકડ કરી છે. લગ્નના વચનો આપી છેલ્લી ઘડીએ ફરેલા પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલા કોન્સ્ટેબલે જીવનલીલા સંકેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


વિગતો મુજબ, ૨૧મી જાન્યુઆરીએ એસપી કચેરીની એલઆઈબી શાખામાં ફરજ બજાવતી પ્રીતિ પરમારે પોતાના સરકારી આવાસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સની ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રીતિ અને પોલીસકર્મી સંદીપ ગોહિલ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ગાઢ પ્રેમ સંબંધ હતો. સંદીપે લગ્ન કરવાની ખાતરી આપી હતી, પરંતુ અંતે સામાજિક કારણોસર લગ્ન શક્ય ન હોવાનું કહી હાથ અધ્ધર કરી લેતા પ્રીતિ માનસિક તણાવમાં સરી પડી હતી.લગ્નના સપના ચકનાચૂર થતા અને પ્રેમમાં નિષ્ફળતા મળતા આખરે ખમીરવંતી પોલીસ કર્મચારીએ હારીને મોતને વ્હાલું કર્યું હતું. બી-ડિવિઝન પોલીસે મૃતક પ્રીતિના પરિચિતોના નિવેદન અને ટેકનિકલ પુરાવાઓને આધારે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા (Abetment to Suicide) નો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટનાએ પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના અંગત સંબંધો અને તેના ગંભીર પરિણામો અંગે આખા જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here