ભરૂચ તાલુકાના કારેલા-પાદરીયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં અચાનક ખાબકી પડેલી એક નીલગાયનું ગ્રામજનો દ્વારા સમયસર અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે
નિલગાય કેનાલમાં ફસાયાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત અને સુઝબુઝથી નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. તેને બહાર કાઢવામાં આવ્યા બાદ તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી.


