આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ૨૦ મકાન અને દુકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અસામાજિક તત્વો ભાડેથી મકાનો કે દુકાનો રાખી ગુનાહિત પ્રવૃત્તિઓ ન આચરે તે માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. SOG ભરૂચની ટીમે ચકાસણી કરતા જાણવા મળ્યું કે ઘણા મકાન/દુકાન માલિકોએ તેમના પરપ્રાંતીય ભાડુઆતોની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપી ન હતી અને ભાડા કરારની નોંધણી પણ કરાવી ન હતી.
આ જાહેરનામાના ભંગ બદલ કુલ ૨૦ માલિકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

