BHARUCH : મોબાઇલ ટાવરના ડીઝલ ચોરો ઝડપાયા: ભરૂચ LCB એ ડીઝલ અને બોલેરો પીકઅપ સહિત ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

0
29
meetarticle

​ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ડીઝલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને ચોરીના ડીઝલ સહિત કુલ રૂ. ૫,૧૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.


​ભરૂચ LCB ટીમને બાતમી મળી હતી કે, મોબાઇલ ટાવરના જનરેટરમાંથી ડીઝલ ચોરી કરતા રાજસ્થાની યુવકો હાલમાં એક મહિન્દ્રા બોલેરો પીકઅપ (નં. GJ16AY5045) માં ચોરીનું ડીઝલ ભરી ગ્રાહકોને શોધવા માટે હાઇવે ઉપર આવેલ અરોમા હોટલના કમ્પાઉન્ડમાં હાજર છે. LCB ટીમે અરોમા હોટલના કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી બોલેરો પીકઅપમાં સવાર મુલારામ સોનારામ ચૌધરી (મુળ રહે. બાડમેર, રાજસ્થાન) અને સોહનલાલ ભાગીરથરામ બીશ્નોઇ (મુળ રહે. ઝાલોર, રાજસ્થાન) ને કોર્ડન કરી લીધા હતા.
​પીકઅપના ડાલામાં પીળા કલરના પ્લાસ્ટિકના ત્રણ કારબા (આશરે ૧૦૦ લીટર ડીઝલ) મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે બે દિવસ અગાઉ દઢાલ ગામ નજીક આવેલ મોબાઇલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી કરેલ અને તેઓ સસ્તા ભાવે ડીઝલ વેચતા હતા. પોલીસે ચોરીમાં ગયેલા ડીઝલ (કિં.રૂ. ૯,૦૦૦/-), મહિન્દ્રા બોલેરો પીકઅપ (કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-) અને મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ. ૫,૧૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here